Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઇન્ટરનેટની સ્પીડને કારણે પ્રભાવિત થાય છે ઊંઘ

ઇન્ટરનેટની ઝડપી સ્પીડ માટે બ્રોડબેન્ડ, વાઇ-ફાઇ લેનારા લોકો માટે એક ખરાબ સમાચાર છે. ઇટલીની યુનિવર્સિટી ઓફ બોકોની અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઇન્ટરનેટની સ્પીડ પર તમે કેટલી ઊંઘ લો છો એ નિર્ભર કરે છે. જે લોકો ઓછી સ્પીડનું ઇન્ટરનેટ વાપરે છે તેમની સરેરાશ ૨૫ મિનિટની ઓછી ઊંઘ થાય છે. આના કારણે આવા લોકોને દિવસભર સુસ્તી રહે છે. રાતે કમસે કમ ૭ થી ૮ કલાકની ઊંઘ જરૂરી હોવાનું સાયન્ટિસ્ટો જણાવે છે એથી ઇન્ટરનેટની સ્પીડ પણ વધારે હોવી જોઇએ એમ રિસર્ચ કરનારા લોકોનું કહેવું છે.

(3:52 pm IST)