Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

પશુઓના બચ્ચાંની તસ્વીરોથી મહિલાઓની માંસાહારની ઇચ્છા ઘટે

 લંડના તા.૯: બાળપશુઓની તસવીરો કોઇપણ વ્યકિતની માંસહારની ઇભ્વા ઘટાડી શકે છે. ખાસ કરીને મહિલાઓ પર એ અસર વધારેે પ્રમાણમાં થાય છે. માંસાહાર ત્યજવાની અને શાકાહારની અપીલ કરતી પશુ હક સંગઠનોની પ્રચાર સામગ્રીમાં ઘેટા અને વાછરડાની છ તસ્વીરો મુકવામાં આવે છે. બ્રિટનની લેસ્ટર યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ લંડનના રિસર્ચરોએ પુરૂષો અને સ્ત્રીઓને નાનાં વાછરડા તેમ જ કાંગારૂ અને ઘેટાના બચ્ચાની તસવીરો બતાવીને એને કારણેતેમની માસાંહારની ઇચ્છા પર અસર થાય છે કે નહીં એની કસોટી કરી હતી. લેસ્ટર યુનિવર્સિટી જેરેડ પિયાઝાએ જણાવ્યું હતું કે અમારા અભ્યાસમાં જણાયું હતું કે પુરૂષો અને સ્ત્રીઓ બન્નેને પશુઓના બચ્ચા સુંદર અને વહાલસોંયા લાગે છે. સોૈને બાળપશુઓ માટે કુમાશ અને હુંફની લાગણી થાય છે.પરંતુ એ પોઝિટીવ ફિલિંગ્સની પુરૂષો અને સ્ત્રીઓ પર જુદી-જુદી અસર થાય છે. એ પશુઓના બચ્ચાની તસ્વીરો જોઇને પુરૂષોની માસાંહારની ઇચ્છામાં ખાસ ઘટાડો થતો નથી; પરંતુ સ્ત્રીઓમાં એ બચ્ચા પ્રત્યેના વહાલ, કુમાશ હુંફની લાગણી માસાંહારની લાલસાથી વિરૂધ્ધ અસર કરેે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ વિશેષરૂપે બાળકો સાથે વહાલની લાગણીથી જોડાયેલી હોય છે.એ લાગણી પશુઓના બચ્ચાંને માટે પણ જાગૃત થાય છે. એ ઉપરાંત માંસાહાર પ્રાગૈતિહાસિક કાળના શિકારી તરીકેની પુરૂષની છબિ સાથે અને  સ્નાયુબદ્ધતા તથા એવી શારીરીક સક્ષમતા માટે પ્રોટીન મેળવવા સાથે જોડાયેલો છે. મહિલાઓની ઓળખ સ્નાયુબદ્ધતા અને હકિતશાળી પ્રતિભાથી સાવ શ્રવિરૂધધ પ્રકારની છે. એથી સ્ત્રીઓ તથા પુરૂષોનું માંસાહાર તરફનું વલણ જુદુ  જુદુ હોય છે.

(3:40 pm IST)