Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ગ્રેજયુએશનની ડિગ્રી મેળવ્યા પછી આ છોકરીએ મગર સાથે કર્યું સેલિબ્રેશન

ટેકસાસ તા.૯: અમેરિકાના ટેકસસ રાજયમાં મેકેન્ઝી નોલેન્ડ નામની ૨૧ વર્ષની યુવતીએ થોડા સમય પહેલાં જ વાઇલ્ડલાઇફ ઇકોલોજીમાં ગ્રેજયુએશન કમ્પલીટ કર્યું. સામાન્ય રીતે ગ્રેજયએશન પછી લોકો ઉજવણી કરવા માટે દોસ્તોને મળતા હોય છે, પરંતુ મેકેન્ઝીએ એક મગર સાથે સેલિબ્રેશન કર્યું હતું. ગેટર કાઉન્ટી પાર્કમાં રહેતો બિગ ટેકસ નામનો મગર તેનો બહુ સારો દોસ્ત છે એવું મેકેન્ઝીનું કહેવું છે. ૧૩ ફુટ આઠ ઇંચ લાંબા અને લગભગ ૫૦૦ કિલો વજન ધરાવતા આ દોસ્ત સાથે પાણીમાં જઇને તેણે દિલધડક તસ્વીરો પડાવી હતી. મોં ફાડીને ઊભેલા મગરના નાક પર તેણે પોતાની રિંગ કાઢીને મુકી દીધી હતી. મગર પણ આ છોકરીને જાણે ઓળખતો હોય એમ ખૂબ જશાંત જણાતો હતો. આ તસ્વીરો સોશ્યલ મીડિયામાં જબરી વાઇરલ થઇ છે.

(3:29 pm IST)