Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

દુનિયામાં ભુખમરાનું સંકટ ઘેરું બની રહ્યું હોવાનો ઓક્સફેમનો દાવો

નવી દિલ્હી: દુનિયામાં ભૂખમરાનુ સંકટ ઘેરુ બની રહ્યુ છે અને ભોજનના અભાવે મોતને ભેટતા લોકોની સંખ્યા વધી રહી છે. ગરીબી દુર કરવા માટે કામ કરતા સંગઠન ઓક્સફેમનો દાવો છે કે, દુનિયામાં દર 1 મિનિટે 11 વ્યક્તિના ભૂખમરાના કારણે મોત થયા છે.એક વર્ષ દરમિયાન દુનિયામાં દુકાળ જેવી સ્થિતિનો સામનો કરનારા લોકોની સંખ્યામાં 6 ગણો વધારો થયો છે. પોતાના રિપોર્ટમાં આ સંસ્થાએ કહ્યુ છે કે, કોરોના કરતા ભૂખમરાના કારણે મરનારા લોકોની સંખ્યા વધી રહી છે.કોરોનાના કારણે દુનિયામાં દર એક મિનિટે સાત લોકોના જીવ જાય છે.જ્યારે ભૂખમરાના કારણે દર મિનિટે 11 લોકો મોતને ભેટે છે.આ આંકડા હેરાન કરનારા છે પણ આપણે ભુલવુ જોઈએ નહીં કે આ આંકડા એવા લોકોના કારણે સર્જાયા છે જેઓ અકલ્પનીય દુખમાંથી પસાર થઈ રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, દુનિયામાં 15 કરોડ લોકો ભોજનની અસલામતીના સંકટનો સામનો કરી રહ્યા છે.ગયા વર્ષ કરતા આ આંકડો બે કરોડ વધારે છે.આ પૈકીના બે તૃતિયાંશ લોકો ભૂખમરાનો શિકાર બનેલા છે અને તેનુ કારણ છે તે તેમના દેશોમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ.કોવિડના કારણે આર્થિક અસર, સૈન્ય સંઘર્ષ અને ક્લાઈમેટ ચેન્જના કણે 5.20 લાખથી વધારે લોકો ભૂખમરાની કગાર પર છે.

(5:39 pm IST)