Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ઓએમજી.....અમેરિકા સહીત જી-7દેશોએ રશિયા પર વધાર્યા પ્રતિબંધ

નવી દિલ્હી: અમેરિકા, જી-7 દેશો અને યુરોપિયન યુનિયને રશિયા પર પ્રતિબંધો વધારી દીધા છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને યુક્રેનના પ્રમુખ જેલેન્સ્કીને મિત્ર દેશો તરફથી સહકારનું આશ્વાસન આપ્યું છે. અમેરિકા હવે રશિયનોને વિઝા નહીં આપે. અત્યાર સુધી 2600થી વધુ રશિયનોને વિઝા આપવાનો ઈનકાર કરાયો છે. આ ઉપરાંત ત્રણ સરકારી રશિયન ચેનલો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. હવે કોઈ પણ અમેરકિન નાગરિક રશિયન કંપનીઓને કોઈ પણ પ્રકારની સેવા નહીં આપે. રશિયાની અગ્રણી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે પણ કોઈ લેવડદેવડ નહીં થઈ શકે. રશિયાથી આયાતી લાકડું, પંખા, વેન્ટિલેશન સામાન, બોઈલર અને અન્ય ઈલેક્ટ્રિક ચીજોને પણ પ્રતિબંધિતની યાદીમાં સામેલ કરાઈ છે. દ્વિતીય વિશ્વ યુદ્ધમાં નાઝીઓ પર જીતના રૂપમાં રશિયાએ સોમવારે પરંપરાગત ઉજવણી કરી હતી. એવું કહેવાય છે કે, રશિયન પ્રમુખ પુટિન યુક્રેન યુદ્ધને લઈને મોટી જાહેરાત કરી શકે છે. કેટલાકનું માનવું છે કે, રશિયન સેના મારિયોપુલમાં પરેડ કરીને પણ શક્તિ પ્રદર્શન કરી શકે છે.

 

(6:21 pm IST)