Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

શું ઉંઘની દવા સલામત છે?

યુએસ, તા., ૯ : તાજેતરમાં થયેલા સર્વેના આંકડા મુજબ લગભગ ૯ મીલીયન  લોકો-યુએસના યુવાઓ પૈકી ૪ ટકા ઉંઘની દવા લઇ રહયા છે. અનિંદ્રાના રોગ અને અન્ય ઉંઘ સંબંધી તકલીફો માટેની જાણીતી  દવાના રેપર ઉપર તેના વપરાશ સામે સલામતી સંબંધી ચેતવણી લખવામાં આવે છે.

એપ્રિલ મહિનામાં ફુડ અને ડ્રગ્સ વિભાગે બ્લેકબોક્ષ વોર્નીંગ આપી છે. સીડેટેીવ-હીપ્નોટીક એસ્ઝોપીકલોન (અવાર નવાર લ્યુનેસ્ટાના બ્રાન્ડ નેઇમ હેઠળ વેચાતી દવા),  ઝાલેપ્લોન (સોનાટા) અને ઝોલ્પીડેમ (એમ્બાઇન) દવાથી ર૦ જેટલા મૃત્યુ નોંધાયા છે જયારે ૪૬ને નોન્ફેટલ છતા ગંભીર ક્ષતી પહોંચ્યાનું ફુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશને જાહેર કર્યુ છે. ઉપરોકત ઇજાઓ કે જેમાં આ દવાઓના વધુ પડતા સેવનને લઇને અકસ્માતને ભેટવું, પડી જવું, ડુબી જવુ સામેલ છે. જયારે કાર્બન મોનોકસાઇડ પોઇઝનીંગ, હાઇપોથર્મીનીયા, કાર અકસ્માત પણ આ દવાઓની અસર તળે નોંધાયા છે ત્યારે એફડીએના કમિશ્નર ડો.નેડ શાર્પલેસએ  પોતાના કથનમાં આ બાબતને ગંભીર જોખમરૂપ ગણાવી છે. આમ અનિંદ્રાના રોગ માટેની દવાઓ સામે લાલબતી ધરવામાં આવી છે.

(2:40 pm IST)