Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

અમેરિકી હવામાન સંસ્થાના અહેવાલ મુજબ 36 લાખ વર્ષમાં વાતાવરણમાં ઘાતક વાયુઓ કાર્બનડાયોક્સાઇડ સહીત કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ સૌથી વધારે જોવા મળ્યું

નવી દિલ્હી:  2020નું વર્ષ કોરોનાને કારણે શાંત રહ્યું હોવા છતાં હવામાં કાર્બનના કણોનું પ્રમાણ દર દસ લાખ કણે ૪૧૨.૫ નોંધાયુ હતું. હવામાં કાર્બનના આ કણોનું પ્રમાણ ઘણું ઊંચુ ગણાય. આટલો કાર્બન હવામાં છેલ્લા ૩૬ લાખ વર્ષ દરમિયાન ક્યારેય નોંધાયો નથી. અમેરિકી હવામાન સંસ્થા 'નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિઅરિક એડમિનિસ્ટ્રેશન (નોઆ)'એ આ અંગે અહેવાલ રજૂ કરી જગતને ચેતવણી આપી હતી. છેલ્લા ૩૬ લાખ વર્ષમાં અત્યારે વાતાવરણમાં ઘાતક વાયુઓ કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ સૌથી વધારે છે.

હવાઈ ટાપુ પર આવેલી માઉના લોઆ ઓબ્ઝર્વેટરી દ્વારા હવામાનનો સતત અભ્યાસ કરાઈ રહ્યો છે. આ આંકડાઓ જગતના ૪૦ વાતાવરણ અભ્યાસ કેન્દ્રનો ડેટા ભેગો કરીને તારવવામાં આવ્યા છે. નોઆ છેલ્લા ૬૩ વર્ષથી હવામાં કાર્બનનો રેકોર્ડ રાખે છે. જ્યારે એ પહેલાના લાખો વર્ષોનો રેકોર્ડ તો ધરતીના વિવિધ અવશેષોમાં સચવાયેલો છે. તેનો અભ્યાસ કરી સંશોધકોએ આ આંકડા રજૂ કર્યા હતા.

(5:18 pm IST)