Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ટેક્સાસના બ્રાયનમા ફાયરિંગની ઘટનામાં એક શખ્સનું મોત

નવી દિલ્હી: ટેકસાસના બ્રાયનમાં ફાયરીંગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જયારે પાંચ ઘાયલ થયા હતા. હુમલાખોર અહીં કામ કરનાર શખ્સ જણાવાયો છે, એક શંકાસ્પદ શખ્સની અટક કરવામાં આવી છે. ઉપરોકત ફાયરીંગની ઘટના એક ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં બની હતી. હુમલાખોરે બ્રાયનના કસ્ટમ કેબીનેટ પ્લાન્ટમાં લગભગ બપોરે અઢી વાગ્યે અંધાધુંધ ફાયરીંગ શરુ કર્યુ હતું. બ્રાયન પોલીસ પ્રમુખ એરીક જણાવ્યું હતું કે ફાયરીંગનું કારણ હજુ બહાર નથી આવ્યું, જયારે અધિકારીઓ પહોંચ્યા ત્યાં સુધીમાં શૂટર ભાગી ગયો હતો.

(5:16 pm IST)