Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

આ ટ્વિટર યુઝરે પોતાના ચહેરા જેવો જ આબેહૂબ થ્રી-ડી પ્રિન્ટેડ માસ્ક બનાવ્યો

લંડન તા. ૯: પોતાની જાતને પ્રોફેશનલ થ્રી-ડી સ્કેનિંગ એન્ડ પ્રિન્ટિંગ એકસપર્ટ અને પ્રોફેશનલ કેમેરામેન ગણાવતા લાલેસ્ટેઇન નામના ટ્વિટર યુઝર Lalarstein (@silver_eel)  ને જપાનની ફિલ્મોના ક્રેટિ રોલમાં સ્થાન મળ્યું છે. તેણે ગયા મહિને ટ્વિટર પર થ્રી-ડી પ્રિન્ટેડ ફોટોગ્રાફસ મૂકયા પછી એ થોડા વખતમાં વાયરલ થયા હતા. પોતાના ચહેરાના નખશીખ આકારના એ ફોટોગ્રાફસ એટલા લોકપ્રિય થયા હતા કે એનાં ઢગલાબંધ રીટ્વિટર થયાં હતાં અને અનેે ઘણી લોકપ્રિયતા મળી હતી. જપાનમાં અલ્ટ્રા રિયલિસ્ટિક થ્રી-ડી પ્રિન્ટેડ ફેસ માસ્કસ પહેલી વખત પ્રકાશિત થયા નથી. અગાઉ ર૦૧૧માં રિયલિસ્ટિક ફેસ માસ્કસ બનાવીને એ ચાર હજાર ડોલર (અંદાજે ર.૩૦ લાખ રૂપિયા) માં વેચવા માટે Real-f ને ઇન્ટરનેશનલ હેડલાઇન્સમાં ખ્યાતિ મળી હતી. એ વાતને લગભગ એક દાયકો પસાર થયો. હવે થ્રી-ડી પ્રિન્ટિંગ ટેકનોલોજી લોકોને મોંઘી પડતી નથી.

(11:25 am IST)