Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ઇલેકટ્રિક કારમાં આ ડચભાઇએ કરી વિશ્વની સૌથી લાંબી ૯૫,૦૦૦ કિલોમીટરની સફર

લંડન તા.૯: પેટ્રોલ અને ડીઝલની અછતને પગલે હવે ઇ-વેહિકલ જ ભવિષ્યનો ઉત્તમ વિકલ્પ બની શકે એમ છે. એવું લાગી રહ્યું છે. જો કે ઇલેકટ્રિક કાર તો શહેરની અંદર જ ટ્રાવેલ કરવા માટે કામની છે એવી માન્યતા છે. આ ભ્રમણા દૂર કરવા માટે વીબે વેકર નામના ડચ ભાઇએ ત્રણ વર્ષ પહેલાં ઇલેકટ્રિક કાર લઇને વિશ્વભ્રમણ કરવાનું બીડું ઝડપ્યું હતું. આ રવિવારે વીબે વેકરે તેની વિશ્વભ્રમણની સફર પૂરી કરી હતી. આ ત્રણ વર્ષ દરમ્યાન વીબે ૩૩ દેશો ઘૂમ્યા અને ૯૫,૦૦૦ કિલોમીટરની યાત્રા કરી. તેેણે ૨૦૦૯ની ફોકસવેગન કારને ઇ-કારમાં કન્વર્ટ કરી હતી અને ૧૧૧૯ દિવસમાં યુરોપ, મિડલ-ઈસ્ટ અને સાઉથ-ઇસ્ટ એશિયાના ૩૩ દેશોની સફર કરી હતી. નેધરલેન્ડ્સથી ઓસ્ટ્રેલિયાની સફર વિશ્વભરના લોકોએ આપેલા ફન્ડની મદદથી થઇ હતી. જો કાર ઇંધણ પર ચાલતી હોત તો એમાં ૬૭૮૫ લિટર પેટ્રોલ વપરાયું હોત જેનો ખર્ચ ૧૮૦૦ અમેરિકન ડોલર એટલે કે, ૧,૨૫,૩૦૦ રૂપિયાનો ખર્ચ થાત. એના બદલે ઇ-વેહિકલે એક ચાર્જમાં ૨૦૦ કિલોમીટરની એવરેજ આપી હતી. આ  વિશ્વભ્રમણમાં ૩૦૦ અમેરિકન ડોલર એટલે કે ૨૦,૫૦૦ રૂપિયાની ઇલેકટ્રિકસિટી ખર્ચાઇ હતી.

(3:53 pm IST)