Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

જમીન વિવાદમાં ભાઈએ બહેનના પગ કુહાડીથી ઉડાવી દીધા

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક દિલને ધડકાવી નાખનાર ઘટના સામે આવી છે ત્યાંના ખાનેવાલ શહેરમાં એક મિલકત વિવાદને લઈને એક ભાઈએ પોતાની બહેનના પગ ક્રુરતાથી કાપી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ખેતરમાં કામ કરનાર એક સ્થાનિક મહિલાએ પોતાના ભાઈ પાસે સંપત્તિનો ભાગ માંગતા ભાઈએ ના કહી દેતા મહિલાએ અદાલતમાં જવાની ધમકી આપી જેના કારણે ઉશ્કેરાયેલ ભાઈએ કુહાડીથી બહેન પર હુમલો કર્યો અને તેના પગ કાપી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે.

(7:18 pm IST)