Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

વિશ્વમાં હવા પ્રદૂષણના કારણોસર માનવીય સ્વાસ્થ્ય પર પડી રહી છે ગંભીર અસરો

નવી દિલ્હી: વિશ્વમાં હવાનું પ્રદૂષણ વકરી રહ્યું છે. પ્રદૂષણને કારણે હવામાન ઉપર થતી અસર તો બીજો મુદ્દો છે. પરંતુ હવાના પ્રદૂષણને કારણે માનવીના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડી રહી છે અને તેને કારણે મૃત્યુમાં પણ વધારો થઇ રહ્યો છે. સાથે સાથે સરેરાશ આયુષ્ય પણ ઘટી રહ્યું છે. એમ છતાં દુનિયાભરના દેશો પ્રદૂષણને ઘટાડવા માટે કોઇ નક્કર પગલાં ભરતાં નથી. વાયુ પ્રદુષણને પગલે દુનિયામાં દર વર્ષે ૮૮ લાખ લોકોનાં સમય કરતાં વધારે મોત થાય છે. મેલેરિયા, એચઆઇવી, યુદ્ધ અને ધૂમ્રપાન જેવી જીવલેણ બાબતો કરતાં પણ વાયુ પ્રદૂષણ દુનિયામાં વધારે લોકોને ભરખી રહ્યું છે.

                                 પૂર્વ એશિયામાં જાપાન, ભારત સહિતના દેશોમાં સરેરાશ આયુષ્ય ૪ વર્ષ ઘટયું છે, યુરોપમાં સરેરાશ આયુષ્યમાં ૨.૨ વર્ષનો ઘટાડો થયો છે. મતલબ કે એશિયાના દેશોમાં પ્રદૂષણને કારણે સરેરાશ આયુષ્યમાં ઘટાડો વધુ થઇ રહ્યો છે. પ્રદૂષણ સામે એશિયાના દેશોમાં જાગૃતિ ઓછી હોય, એમ તેને રોકવા માટે કોઇ અસરકારક પગલાં ભરાતાં નથી, એ સત્ય પણ સ્વીકારવું પડે એમ છે.

(5:54 pm IST)