Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

ઉત્તર કોરિયાએ પૂર્વી સાગરમાં ત્રણ મિસાઈલ છોડી

નવી દિલ્હી:ઉત્તર કોરિયાએ સોમવારના રોજ પૂર્વી સાગરમાં ત્રણ અજ્ઞાત મિસાઈલ છોડી હોવાનું માલુમ પડી રહ્યું છે આ પહેલા પણ ગયા અઠવાડિયે તેમને બે મિસાઈલને સાગરમાં છોડી હતી.સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે યોનહાપે દક્ષિણ કોરિયાના સૈન્ય સ્ત્રોતના હવાલાને જણાવ્યું છે કે મિસાઈલના પ્રકાર,ફ્લાઇટ રેંજ અને  અલ્ટીટ્યૂડ સહીત અન્ય માહિતી મળી રહી નથી.આ મિસાઈલને દક્ષિણ હોમ્યોન્ગ પ્રાંતના પૂર્વી શહેર સોદોકની નજીક છોડવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:53 pm IST)