Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

કોરોના વાયરસના કારણોસર સાઉદી અરબમાં શાળા કોલેજો બંધ કરવામાં આવી

નવી દિલ્હી:સાઉદી અરબી રાજ્યમાં નોવેલ કોરોનવાયરસના પ્રસારને રોકવા માટે શાળા અને કોલેજોને બંધ રાખવા માટેની ઘોષણા કરી છે ત્યાંની એક સ્થાનિક સમાચાર અજેન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રવિવારના રોજ શિક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્ણય 9 માર્ચ થી લાગુ કરવામાં આવશે અને બીજી સૂચના મળવા સુધી તેને અમલમાં મુકવામાં આવશે.

                 કટિફ વિસ્તારમાં કોવીડ-19ની ઘટના પછી શાળા અને કોલેજોને બંધ કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે સાઉદી અરબમાં કોરોનવાયરસના કારણોસર હજુ 11 ઘટના સામે આવતા ત્યાંનું તંત્ર એક દમ જાગૃત બની ગયું છે.

(5:52 pm IST)