Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

પાકિસ્તાનમાં સિંધુ નદીમાં બસ ખાબકતા મ્રુતકઆંક વધીને 26એ પહોંચ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનના સ્કાર્દુ જિલ્લાના રોન્દુ તાલુકા પાસે એક પેસેન્જર બસ સિંધુ નદીમાં ખાબકી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં બસમાં સવાર 26 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. બસ રાવલપીંડિથી સ્કાર્દુ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.

                 મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 20 લોકોના ઘટનાસ્થળે અને 6 લોકોનાં હોસ્પિટલમાં મોત થયા છે. ગિલગિટ બાલ્ટીસ્તાનના ગર્વનર જલાલ હુસેને ઓથોરિટીને શક્ય તમામ મદદ પહોંચાડવા આદેશ કર્યા છે.

(5:49 pm IST)