Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

જસ્ટ ૩૮ મિનિટમાં જ ૩૨ બિગ મેક બર્ગર ઓહિયા કરી ગયો આ અમેરિકન આહારવીર

થોડાક દિવસ પહેલાં ભાઈસાહેબે ૧૨૮ ડોલર એટલે કે અંદાજે સાડા નવ હજાર રૂપિયા ચૂકવીને ૩૨ બિગ મેકસ ખરીદ્યા હતા

ન્યુયોર્ક, તા.૯: સિટીની હોટ ડોગ ખાવાની સ્પર્ધા ૧૨ વખત જીતનારો ૩૬ વર્ષનો જો ચેસ્ટનટ ૩૮ મિનિટ અને ૧૫ સેકન્ડ્સમાં મેકડોનાલ્ડ્સનાં ૩૨ બિગ મેક બર્ગર ઓહિયાં કરી જાય છે. થોડાક દિવસ પહેલાં ભાઈસાહેબે ૧૨૮ ડોલર એટલે કે અંદાજે સાડાનવ હજાર રૂપિયા ચૂકવીને ૩૨ બિગ મેકસ ખરીદ્યા હતા. તેણે ડિલિવરી બોયને પચીસ ડોલર એટલે કે લગભગ ૧૮૫૦ રૂપિયાની ટિપ પણ આપી હતી. ખાવાનો પ્રયોગ પોતાની ચેનલ માટે લાઇવ ગોઠવ્યો હતો. આ વિડિયોની શરૂઆતમાં તે ૩૨ બિગ મેક બર્ગર સાથે દેખાય છે. એ પછી પચીસ સેકન્ડ્સમાં પહેલું બર્ગર પૂરું કર્યું અને ૩૮ મિનિટમાં ૩૨ બિગ મેક પેટમાં ઠાલવી દીધાનો વિડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ ભોજનમાં તેણે ૧૮,૦૧૬ કઙ્ખલરી, ૧૦૫૬ ગ્રામ્સ ચરબી અને ૧૪૦૮ ગ્રામ્સ કાર્બોહાઇડ્રેટ્સ લીધાં હતાં.

(3:26 pm IST)