Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

વ્હીલચેરમાં બેઠેલા ભાઇએ હાઇવે પર ટ્રક પકડીને લિફટ લઇ લીધી

સ્ટન્ટ કરવાની ઇચ્છા વ્હીલચેરમાં ફરતા માણસને પણ થઇ શકે છે. જો કે આવું થાય ત્યારે લોકોના જીવ ઊંચા થઇ જાય છે. સાઉથ આફ્રિકામાં પ્રિટોરિયા નજીકના હાઇવે પર એક વ્હીલચેર-બાઉન્ડ ભાઇએ સ્પીડમાં ટ્રાવેલ કરવા માટે એક ટ્રકને પકડી લીધી અને એની સાથે લગભગ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સડસડાટ સવારી કરી. આ ઘટનાો વિડિયો બિઝી હાઇવે પરના અન્ય એક ડ્રાઇવરે લીધો. કિલપમાં એ પણ દેખાય છે કે ખાસ્સો વખત ફુલ સ્પીડમાં ટ્રકની સાથે સવારી કર્યા પછી વ્હીલચેરવાળો માણસ કુશળતાપૂર્વક ટ્રક પરથી હાથ છોડી દે છે અને રોડની સાઇડમાં આવી જાય છે. સાઉથ આફ્રિકાના રોડ ટ્રાફિક મેનેજમેન્ટ કોર્પોરેશને પોતાના ફેસબુક અકાઉન્ટ પર આ વિડિયો પોસ્ટ કરીને લખ્યું છે, ' દેશમાં આપણે રોડ- અકસ્માતમાં વર્ષે ૧૪,૦૦૦ લોકોને ગુમાવીએ છીએ જે જરાય સ્વીકાર્ય નથી. આ પ્રકારની ઘાતક બિહેવિયર અમે નહીં ચલાવી લઇએ.'

(3:22 pm IST)