Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

સફળ લગ્ન જીવન માટે પ્રેમની સાથે જિન્સની પણ ભૂમિકા અહમ

યેલ યુનિર્વસીટીના સંશોધકોએ ૧૭૮ યુગલો ઉપર કયુ રિસર્ચઃ આનુવાંશિક કારણોથી આપણો સંબંધ પણ પ્રભાવિત થતો હોવાનું તારણ

ન્યુયોર્કઃ એક સમાન રસ, શારીરિક આકર્ષણ અને સરખા મુલ્યોને પ્રેમ સંબંધોનું સૌથી મજબુત કારણ મનાય છે, પણ જયારે બે પ્રેમી લગ્નનો નિર્ણય કરે છે. ત્યારે એક ત્રીજી વસ્તુ પણ જરૂરી હોય છે. અમેરિકા સ્થિત યેલ યુનિર્વસીટીના શોધકર્તાઓ મુજબ લગ્નનો સફળતાના સંબંધમાં બદલવા માટે ફકત પ્રેમ અને સમજદારી જ નહીં પણ જિન્સની પણ અહમ ભૂમિકા હોય છે.

સંશોધનકર્તાઓ ૩૭ થી ૯૦ વર્ષની ઉંમરના ૧૭૮ યુગલોના સંર્વેક્ષણ બાદ એ તારણ કાઢયુ કે જિન્સ પણ સફળ લગ્ન જીવન માટે જરૂરી છે. શોધમાં સામેલ યુગલોના અનુભવો સીવાય તેમની લાળના નમુના પણ લેવામાં આવેલ.

જે લોકોમાં સમાન ઓકસીટોસીન હતુ, તે અલગ- અલગ જીનોટાઈપ વાળા લોકોની તુલનાએ પોતાના લગ્ન જીવનથી વધુ ખુશ હતા. અધ્યયન મુજબ વિશેષ જિન્સોમાં વિભન્નતાઓ ઓકસોટીસીનની કાર્યપધ્ધતિ સાથે જોડાયેલી હોય છે.

આ સમગ્ર રૂપે સફળ લગ્ન જીવનને પ્રભાવીત કરે છે. રિસર્ચમાંએ વાતના પણ સંકેત મળ્યા કે સફળ લગ્ન જીવન આંશિક રૂપે આનુવાંશિક કારણોથી પ્રભાવીત હોય છે.

એક- બીજા સાથે હોય છે વધુ સહયોગ

શોધમાં અલગ પ્રકારના જીનોટાઈપ- ઓકસીટોસીનના જિન્સ સંયોજનના મૂલ્યાંકન એ દર્શાવે છે કે કઈ રીતે જીવનસાથી એકબીજાનો સહયોગ કરે છે. આ સફળ વૈવાહિક જીવનનું પ્રમુખ કારણ હોય છે. શોધ કરનાર ટીમના પ્રમુખ પ્રો.જોન મોનિન કહે છે કે અધ્યયનથી જાણવા મળ્યું કે આપણે આપણા નજીકના સંબંધને કેવો અનુભવીએ છીએ. આ ફકત સ્વભાવ ઉપર નિર્ભર નથી.

ઓકસીટોસીન ''લવ હોર્મોન'' છે

ઓકસીટોસીનને ''લવ હોર્મોન''ના રૂપે પણ ઓળખવામાં આવે છે. આ ભરોસા અને ઉદારતાને વધારે છે. આ સીવાય પ્રસુતી દરમિયાન માતા અને બાળકના સંબંધને મજબુત બનાવી માતાના ધાવણમાં વધારો કરે છે.

પ્રેમાળ ર્સ્પશ દરમિયાન હાર્મોનના સ્ત્રાવને વધારે છે. ઓકસીટોસીન સામાજીક સમર્થનમાં મદદગાર હોય છે. આ પહેલા લગ્નજીવનમાં તેની ભૂમિકા ઉપર શોધ કરવામાં આવી નથી. પતિ- પત્નિ વચ્ચે સમન્વય માટે પણ જિન્સ મહત્વપૂર્ણ છે.

(12:02 pm IST)