Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ઇન્ડોનેશિયા: ડ્રાઈવિંગ દરમિયાન સ્મોકિંગ પર પાબંધી લગાવવાનો પોલીસનો આગ્રહ

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાઈ કન્ઝયુમર્સ ફાઉન્ડેશને પોલીસને ડ્રાઈવિંગ સમયે સ્મોકિંગ કરવા પર પ્રતિબંધ લગાવવાનો આગ્રહ રાખ્યો છે તેમનું કહેવું છે કે આ કારણે ઘણી બધી દુર્ઘટના ઘટી શકે છે.જેના કારણે મોટર સાયકલ ચાલકો વધારે પ્રભાવિત થતા હોય છે.વાયએલકેએલ ના ચેયરમેન તુલુસ અબાદીએ  જણાવ્યું કે ઓછામાં ઓછા 30 હજાર મોટરસાયકલ ચાલકો આ કારણે મૃત્યુ પામતા  હોય છે.ડ્રાઈવિંગ સમયે સ્મોકિંગ કરવું ખુબજ ભયજનક છે.

(8:17 pm IST)
  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST

  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST

  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST