Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

૨૦૪૦માં માણસો મંગળના ગ્રહ પર પહોંચી શકશે

નવી દિલ્હી : અબજપતિ ટેકનોક્રેટ એલન મસ્ક દ્વારા પ્રતિષ્ઠિત સ્પેસ એકસ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે અને તેણે તાજેતરમાં દુનિયાનું સૌથી હેવી રોકેટ લોન્ચ કર્યુ હતુ. હવે એલન મસ્કની કંપની ર૦૪૦ સુધીમાં લોકોને મંગળની સફર કરાવવા માટે તૈયારી કરે છે. સ્પેસ સ્ટેશનમાં જનારા સૌથી પહેલા બ્રિટીશ એસ્ટ્રોનોટ ટિમ પીકેએ આ પ્રોજેકટ વિશે બોલતાં કહયુ હતું કે, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટન કારણે લોકો હવે વહેલા મંગળના ગ્રહ પર પહોંચી શકશે. આ માટે સરકારી એજન્સીઓ અને ઇન્ટરનેશનલ સ્પેસ એકસપ્લોરેશન ગ્રુપ દ્વારા કામ થઇ રહયું છે ર૦૩૦ સુધીમાં જ લોકો માટે સ્પેસ- ટુરિઝમ શરૂ થઇ જશે અને ર૦૪૦ સુધીમાં માનવો મંગળના ગ્રહ પર ઉતરી શકશે. એલન મસ્ક જેવા લોકો આ માટે કામ કરી રહયાં છે.

(3:50 pm IST)