Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

...તો છોકરાઓને ભવિષ્યમાં ગર્લફ્રેન્ડ બનાવવામાં કશોય રસ નહીં રહે!

મોબાઇલ ફોન હોય કે પછી ઇન્ટરનેટ, મશીન અને ટેકનોલોજી માણસને લોકોથી દૂરને દૂર કરી રહ્યા છે

લંડન તા. ૯ : મોબાઈલ ફોન હોય કે પછી ઈન્ટરનેટ, મશીન અને ટેકનોલોજી માણસને લોકોથી દૂરને દૂર કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ હવે તો એવી સેકસ ડોલ્સ પણ બની રહી છે કે જે એટલી સ્માર્ટ છે કે, યંગસ્ટર્સ કોઈ છોકરી સાથે રિલેશનમાં પડવાનું પણ જરુરી નહીં સમજે. આવી જ એક સેકસ ડોલ માર્કેટમાં છવાઈ જવા તૈયાર છે, જેના ફીચર્સ કલ્પી ન શકાય તેવા છે.

ચીનની સેકસ ડોલ કંપનીએ એવી સેકસ ડોલ તૈયાર કર્યાનો દાવો કર્યો છે કે જે તમે જોકસ કહો તો હસે પણ છે, અને તે વાસણ પણ ધોઈ નાખે છે. આ સેકસ ડોલ આર્ટિફિશિય ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવી છે, જેને કંપની સેકસ ડોલ નહીં પણ લવ ડોલ તરીકે ઓળખાવવા માગે છે, કારણકે તે એક છોકરીની માફક જ તમને પ્રેમ કરી શકે છે, અને તમારી ફિલિંગ્સ પણ સમજી શકે છે.

ચીનની સેકસ ડોલ બનાવતી કંપની એકસડોલ આખી દુનિયામાં ફેમસ છે. તેને બનાવનારી ટીમના એક સભ્યના જણાવ્યા અનુસાર, આ ડોલ એમેઝોન એલેકસા કે પછી એપલના સિરી ડિજિટલ આસિસ્ટન્ટની જેમ જ હોશિયાર છે. તે ઈન્ટરનેટ પર તમારા સવાલોના જવાબ શોધી શકે છે, વાઈ-ફાઈ સાથે કનેકટ થઈ તમારા મોબાઈલની માફક જ તેના જવાબ આપી શકે છે.

તેને કોઈ સવાલ પૂછવામાં આવે ત્યારે તે સાચૂકલી છોકરીની માફક જ ફીડબેક આપે છે કે પછી રિએકટ કરે છે અને વાતો પણ કરે છે. આ સેકસ રોબોટ તેની અંદર રહેલા માઈક્રોફોનની મદદથી તમે જે કહો છો તેને સાંભળે છે, અને તમે કોઈ જોક કહો ત્યારે તે તેને સમજીને હસે પણ છે.

એટલું જ નહીં, જો તમારા ઘરે ડિશવોશર હોય તો આ સેકસ રોબોટ તેમાં વાસણો પણ ગોઠવીને તેને સાફ કરી શકે છે. જોકે, તેના મેકર્સનું કહેવું છે કે આ ડોલનું મુખ્ય કામ તો તેના માલિકને સેકસુઅલ સેટિસ્ફેકશન આપવાનું જ રહેશે. ચાઈનીઝ કંપની એકસડોલ ૨૦૧૮માં નવા-નવા સેકસ રોબોટ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, પણ હજુ સુધી તેની ચોક્કસ તારીખ જાહેર નથી કરાઈ.(૨૧.૨૪)

(4:47 pm IST)
  • ૩ દિવસમાં ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓએ યુપી બોર્ડની પરીક્ષા છોડીઃ અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા છોડનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ દિવસમાં ૬.૩ લાખ થઈ ગઈ : શિક્ષણ વિભાગના અધિકારીઓ અનુસાર, તેનું કારણ પરીક્ષામાં નકલ થતી રોકવા માટે અપનાવેલ કડક વલણ છે : ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ બોર્ડની પરીક્ષા માટે ૬૬ લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી access_time 4:06 pm IST

  • ભાજપ ' કેચ-૨૨' સ્થિતિમાં : પેટા ચુંટણીમાં રકાસ છતાં વસુંધરા રાજેનો કોઇ સબળ વિકલ્પ નથીઃ રાજસ્થાનમાં ભાજપ એવી મુંઝવણમાં છે કે વસુંધરા રાજેને હટાવી પણ શકે તેમ નથી અને સાથે પણ રાખી શકે તેમ નથી access_time 4:08 pm IST

  • માલદીવના રાજકીય સંકટમાં બે ભારતીય પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પત્રકારો જાણીતી ન્યૂઝ એજન્સી AFPમાં કામ કરતા હતા. મળતા અહેવાલ મુજબ અમૃતસરના મણી શર્મા અને લંડનમાં રહેતા ભારતીય મૂળના પત્રકાર આતિશ રવજી પટેલની માલદીવના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. access_time 9:43 pm IST