Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

વર્લ્ડ બેંક સમક્ષ ટ્રમ્‍પનો પોકાર ચીન ખુબ જ આર્થિક સક્ષમ છે તેને હવે લોન ન આપવી જોઇએ

વોશિંગ્ટન,:  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને લોન આપવા બદલ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસૃથાની શુક્રવારે ઝાટકણી કાઢી હતી. ટ્રમ્પે ટ્વીટર પર સવાલ કર્યો કે 'વર્લ્ડ બેન્ક શા માટે ચીનને લોન આપી રહી છે? શું આ શક્ય છે ? ચીન પાસે અઢળક નાંણા છે અને તેની પાસે ન હોય તો તેણે નાંણા પેદા કરવા જોઈએ. બંધ કરો!'

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને લોન આપવા બદલ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસૃથાની શુક્રવારે ઝાટકણી કાઢી હતી. ટ્રમ્પે ટ્વીટર પર સવાલ કર્યો કે 'વર્લ્ડ બેન્ક શા માટે ચીનને લોન આપી રહી છે? શું આ શક્ય છે ?

ચીન પાસે અઢળક નાંણા છે અને તેની પાસે ન હોય તો તેણે નાંણા પેદા કરવા જોઈએ. બંધ કરો!' વર્લ્ડ બેન્કનકા વર્તમાન વડા ડેવિડ માલપાસ સહિત ટ્રમ્પના વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી માગણીનો ટ્રમ્પે પડઘો પાડયો હતો. ડેવિડ માલપાસ વર્લ્ડ બેન્કના વડા બન્યા તે પહેલાં વર્ષ 2016ના ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં પણ સામેલ હતા.

વર્લ્ડ બેન્કને ટ્રમ્પનો સંદેશ તેમના નાણામંત્રી સ્ટીવન મનુચિનની વાતનો પણ પડઘો પાડે છે. સ્ટીવને ગુરૂવારે અમેરિકાની પ્રતિનિિધ સભાને જણાવ્યું હતું કે અમેરિકાએ ચીનને વર્લ્ડ બેન્કની લોનની બહુ-વર્ષીય યોજનાઓનો વિરોધ નોંધાવ્યો છે.

સ્ટીવનના વિરોધ છતાં ગુરૂવારે આ યોજનાઓ સ્વીકારવામાં આવી હતી. ચીનને િધરાણ ઘટાડવાની સ્ટીવનની યોજના છે. ચીન માટે વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડિરેક્ટર માર્ટિન રૈસરે ગુરૂવારે જણાવ્યું હતું કે આ યોજનાઓ ચીન સાથે અમારા સંબંધોનો વિકાસ દર્શાવે છે. અમારૂં જોડાણ સતત વધી રહ્યું છે.

જોકે, વોશિંગ્ટન માત્ર ચીનને અપાતું ભંડોળ ઘટાડવા જ નથી માગતું પરંતુ તેની દલીલ છે કે ચીન વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું આૃર્થતંત્ર છે અને તે પોતાની રીતે જ ભંડોળ ઊભું કરવા માટે સક્ષમ છે. તે વર્લ્ડ બેન્કની લોન પર જ નિર્ભર નથી. ઉલટાનું ચીનને આપવામાં આવતું ભંડોળ વિશ્વના ગરીબ દેશોને આપવું જોઈએ.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા અને ચીન વચ્ચે 18 મહિના લાંબી ટ્રેડ વોરનો અંત લાવવા માગે છે તેવા સમયે જ તેમણે આ નિવેદન કર્યું છે. ટ્રમ્પે ઓક્ટોબરમાં જ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરનો અંત આવે અને આંશિક કરાર થાય તેવી હાકલ કરી હતી.

(1:56 pm IST)