Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

અફઘાન વિશ્વવિદ્યાલયમાં વિસ્ફોટ: 19 વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પૂર્વી ગજની પ્રાંતમાં એક વિશ્વવિદ્યાલયમાં એક કક્ષામાં બોંબ વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા 19 વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અફઘાનિસ્તાનના એક અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગજની વિશ્વવિદ્યાલયમાં ઘાયલ થયેલ વિદ્યાર્થીઓમાંથી 12 યુવતીઓ હોવાનું માલુમ પડી રહ્યું છે. વિશ્વવિદ્યાલય પ્રાંતીય રાજધાનીની બહારના વિસ્તારમાં આવેલ છે.

                   મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘાયલ વિદ્યાર્થીઓમાંથી બે ની હાલત ગંભીર હોવાનું માલુમ પડી રહ્યું છે મંગળવારના રોજ થયેલ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ પણ સંગઠનદ્વારા લેવામાં આવી નથી.

(6:34 pm IST)