Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

૮૦૩ કિલો કાકદ્દૂઃ કદાવર કોળુ ઉગાડનાર દંપતીએ જીત્યા ૧.૬૦ લાખ રૂપિયા

કેનેડાના બ્રુસ કાઉન્ટીના પોર્ટ એલ્ગિનમાં શનિવારે પમ્પકિન ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો. લગાતાર ૩૩ વર્ષથી અહીં દર ઓંકટાબર મહિનાની શરૂઆતમાં આ ફેસ્ટિવલ ઉજવાય છે. આ ફેસ્ટિવલમાં અનેક ખેડૂતો જાયન્ટ કદનું કોળું ઉગાડીને અહીં લઈ આવ્યા હતા. એમાં કેમરોનમાં રહેતા જેન અને ફિલ હન્ટ નામના યુગલનું પમ્પકિન સૌથી મોટું નીકળ્યું. તેમનું કોળું ૧૭૭૧ પાઉન્ડ એટલે કે ૮૦૩.૫૪ કિલોગ્રામનું છે. સૌથી કદાવર કોળાની પેશકશ માટે તેમને ૩૦૦૦ કેનેડિયન ડોલર એટલે કે લગભગ ૧.૬૦ લાખ રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું. આ જાયન્ટ કોળા માટે યુગલે બહુ જ મહેનત કરી હતી. બર્મી ખાતર, રોજ પાણી  અને આસપાસમાંના નીંદણને દૂર કરવામાં તેઓ રોજ કલાકોની મહેનત કરતા હતા. જોકે બેનનું કહેવું છે કે જાયન્ટ કોળું ઉગાડવા માટે બીજની પસંદગી સૌથી મોટો ભાગ ભજવે છે. આ યુગલ ૧૯૯૦ની સાલથી જાયન્ટ વેજિટેબલ્સ ઉગાડીને રેકોર્ડ બનાવવા માગતા હતા જે છેક વીસ વર્ષે મુરાદ પૂરી થઈ હતી.

(3:40 pm IST)