Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

25 વર્ષનો યુવાન બન્યો કેબિનેટ મંત્રી: વિશ્વના સૌથી યુવા મંત્રી તરીકે બનાવી આગવી ઓળખ

બાળક કડી ચીડાવનારા વિપક્ષી નેતાને પરાજીત કરીને બન્યો મંત્રી

કુઆલાલંપુર:મલેશિયા પોતાનાં ચૂંટણી પરિણામોના મુદ્દે ચર્ચામાં છે.અહીં ફરીથી મહાતિર મોહમ્મદની સરકાર બની છે  93 વર્ષીય મહાતિર મોહમ્મદ વિશ્વની સૌથી ઉંમરલાયક રાષ્ટ્રાધ્યક્ષ છે. હવે તેમણે પોતાના મંત્રી મંડળમાં એક 25 વર્ષનાં યુવાનનો સ્થાન આપ્યું છે. 25 વર્ષનો સૈયદ સાદિક અબ્દુલ રહેમાન દેશનો રમત ગમત મંત્રી બની ગયો છે. આ સાથે જ તે એશિયાની પણ સૌથી ઓછી ઉંમરમાં કોઇ પણ દેશના કેબિનેટ મંત્રી બનનારો વ્યક્તિ થઇ ચુક્યો છે. તે મલેશિયન યૂનાઇટેડ ઇન્ડીજીનિયર્સ પાર્ટીનો સભ્ય છે. 

(12:54 am IST)