Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

થાઇલેન્‍ડના ગામમાં વિધવાસ્ત્રીના ડરથી પુરૂષો નેઇલપોલિશ લગાવીને ફરે છે

બેંગ્‍કોક તા.૮: હજી હમણાં જ આવેલી રાજકુમાર રાવ અને શ્રધ્‍ધા કપૂરની ફિલ્‍મ ‘ષાી'માં ગામના લોકો એક ભુતના ડરથી ઘરની દીવાલોની બહાર ‘ઓસ્ત્રી કલ આના' લખી દેતા જોવા મળ્‍યા હતા. ભૂત ગામના પુરૂષોને મારી નાખે છે એવા ભયથી પુરૂષો મહિલાનાં વષાો પહેરવા લાગ્‍યા હતા. ફિલ્‍મકારોનું કહેવું હતું કે આ વાર્તા કાલ્‍પનિક હતી, પરંતુ હાલમાં થાઇલેન્‍ડના પુ-હોન્‍ગ ગામમાં લગભગ આવો જ માહોલ હકીકતમાં ઊભો થયો છે. આ ગામના લોકોનું માનવું છે કે એક વિધવાસ્ત્રીનો આત્‍મા ભટકી રહ્યો છે. આ ગામમાં ત્રણ અઠવાડિયામાં પાંચ પુરૂષોનાં મોત થયાં હતાં. પહેલાં જે એક ઘરમાં બે જણનાં મોત થયાં તે બન્ને હેલ્‍ધી હતા. માત્ર સહેજ પડયા અને હદયની ધડકન બંધ થઇ ગઇ. એ પછી એક માણસ બાઇક-દુર્ઘનામાં મર્યો. ત્રીજા અઠવાડિયે બીજા બે માણસો પણ અચાનક જ મૃત્‍યુ પામ્‍યા. જે ક્રમમાં ઘટનાઓ ઘટી રહી છે એને કારણે ગામલોકોનું માનવું છે કે એક મહિલાના ભુતને કારણે આવું થઇ રહ્યું છે. લોકોમાં ભય એટલી હદે પ્રસરી ગયો છે કે પુરૂષો એ ભૂતથી બચવા માટે મહિલાની જેમ રહે છે. તેઓ નખ રંગી રાખે છે અને કેટલાકે તો ઘરની બહાર પાટિયું લગાવ્‍યું છે કે ‘અહીં કોઇ પુરૂષ નથી રહેતો.'

(11:34 am IST)