Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

યુટયુબમાં આવ્‍યું મિની પ્‍લેયર ફીચર, હવે એકસાથે વધુ વિડીયો જોઇ શકાશે

નવી દિલ્‍હી, તા. ૮ : છેલ્લા કેટલાક સમયથી યુટયુબમાં ઉત્તરોત્તર ઘણા ફીચર્સ ઉમેરાયા છે. હમણાં જે ફીચર ઉમેરાયું છે એ કામનું છે. જો તમે યુટયુબ પર વિડીયો જોતા હો તો તમે જોયું હશે કે દરેક વિડીયોની નીચે બાર પર એક બોકસ જેવું બટન દેખાશે. આ ફીચર થિયેટર મોડવાળા બટનની બરાબર બાજુમાં છે. આ ઓપ્‍શન પર કિલક કરવાથી મિની પલેયર લખેલું ફલેશ થશે. ટયુટયુબમાં આ નવું ફીચર ઉમેરાયું છે. આ ફીચરની ખાસ વાત એ છે કે એના પર કિલક કરવાથી વિડીયો સાઇડમાં પ્‍લે થતો રહેશે અને તમે યુટયુબ પર બીજુ કામ કરતા હો તો એ ચાલુ રાખી શકશો. મતલબ કે યુટયુબ પર બીજુ સર્ચ કરવું હોય તો તમારે પહેલેથી ચાલી રહેલો વિડીયો બંધ કરવાની જરૂર નહીં રહે.

(11:33 am IST)