Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ચીનના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને 1500 વર્ષ જુના પ્રેમી પંખીડાઓના અવશેષ મળી આવ્યા

નવી દિલ્હી: દુનિયા અનેક વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે, આપણી આજુ-બાજુ કેટલીક એવી વસ્તુઓ છે. જેને આપણે જોઈ પણ નથી શકતા. હાલમાં જ આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટે 2 પ્રેમી જોડાના 1500 વર્ષ જૂના હાડપિંજરને શોધ્યા છે. ચીનના આર્કિયોલૉજીક્લ ડિપાર્ટમેન્ટે 1500 વર્ષ જૂના પ્રેમી પંખીડાઓને શોધી કાઢ્યા છે. બંનેને મર્યાને 15 સદી થઈ ગઈ છે. પણ હજુ સુધી તેઓ અલગ નથી થયા. એવું લાગે છે આ પ્રેમી પંખીડાના હાડપિંજર પણ તેમના પ્રેમની સાબિતી આપે છે. બંનેના હાડપિંજર આજે પણ એક બીજાને ભેટીને સુતા છે. ચીનનું આર્કિયોલૉજીકલ વિભાગે શાંગ્જી પ્રાંતમાં એક પુરુષ અને એક સ્ત્રીનું હાડપિંજર શોધી કાઢ્યો છે. જે બનંને એકબીજાને ભેટીને જમીનમાં દફન છે. આ હાડપિંજર 1500 વર્ષ જુના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્તરી ચીનના શાંગ્જી પ્રાંતમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે, એક કબ્રસ્તાનના ખોદકામ દરમિયાન આ બંનેની કબ્ર મળી આવી હતી. બંને હાડપિંજરોની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પુરુષની હાઈટ 5 ફૂટ 4 ઈંચ હતી અને તેની મોત 29થી 35 ઉમર વચ્ચે થઈ હતી. બીજી બાજુ મહિલાનું હાડપિંજર 5 ફૂટ 2 ઈંચનું હતું. તેના પ્રેમીની મોત બાદ મહિલાએ પણ પોતાના જીવનનો ત્યાગ કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોના મતે આવા અમર પ્રેમના ઉદાહરણ ખૂબ જ ઓછા જોવા મળે છે. હાજપિંડર જોઈને એવું લાગે છે કે, મર્યા બાદ પણ બીજી દુનિયામાં પ્રેમને કાયમ રાખવા માટે પતિ-પત્ની સાથે દફન થયા હતા. બંનેને તેમની મર્જીથી આ રીતે દફન કરાયા હોય તવું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેથી બીજી દુનિયામાં પણ બંને જોડે રહી શકે.

(6:51 pm IST)