Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ઓસ્ટ્રેલિયાએ બાળકને લઈને લીધો આ નિર્ણય

નવી દિલ્હી:ઑસ્ટ્રેલિયાએ ભારતમાંથી બાળકો દત્તક લેવાનો કાર્યક્રમ ફરી શરૂ કર્યો છે, જેનાથી 33 વર્ષીય એલિઝાબેથ બ્રૂક અને તેમના 32 વર્ષીય પતિ એડમ બ્રૂક ખૂબ ખુશ છે.એલિઝાબેથ 14 વર્ષનાં હતાં, ત્યારથી તેમને પૉલિસિસ્ટિક ઑવેરન સિન્ડ્રોમનું નિદાન થયું હતું. એટલે તે હંમેશાંથી બાળક દત્તક લેવા ઇચ્છતાં હતાંતે કહે છે, "અમારું પારિવારિક જીવન આગળ વધી રહ્યું છે, એવામાં નિર્ણય અમારા માટે નવા સૂર્યોદય જેવો છે."સંજોગવશાત્ એવું થયું કે જ્યારે તેમને ખબર પડી કે તેઓ કદાચ બાળકને જન્મ નહીં આપી શકે, ત્યારે તેઓ ટેલિવિઝન પર 'રાજા હિંદુસ્તાની' ફિલ્મ જોતાં હતાં.તેઓ કહે છે, "જેની મારા મન પર અમીટ છાપ પડી વખતે ભારતીય ચીજોનું આકર્ષણ થઈ ગયું હતું, જેમકે ભારતીય વાનગીઓ, કપડાં અને ફિલ્મો."

(4:48 pm IST)