Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

હેલિકોપ્‍ટર પર લટકીને સૌથી વધુ પુલઅપ્‍સ કરવાનો રેકોર્ડ

લંડન,તા. ૮ : ગ્રાઉન્‍ડથી અનેક ફુટ ઉપર હેલિકોપ્‍ટર પર લટકીને પુલ-અપ્‍સ કરવાં એ ખરેખર મુશ્‍કેલ ટાસ્‍ક છે. વેલ, ડચ ફિટનેસ એન્‍થુસિઆસ્‍ટ્‍સની જોડીએ હેલિકોપ્‍ટર પર લટકીને એક મિનિટમાં સૌથી વધુ પુલ-અપ્‍સ કરવાની ચેલેન્‍જ સ્‍વીકારી હતી. સ્‍ટેન બ્રુઇન્‍ક અને અર્જેન અલ્‍બેર્સે બેલ્‍જિયમના એન્‍ટવર્પમાં ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ રચવા માટે આ પ્રયાસ કર્યો હતો. સૌપ્રથમ અલ્‍બેર્સે હેલિકોપ્‍ટર પર લટકીને એક મિનિટમાં ૨૪ પુલ-અપ્‍સ કર્યાં હતાં. તેણે આર્મેનિયન સિરિયલ રેકોર્ડબ્રેકર રોમન સહરાદ્યાનનો ૨૩ પુલ-અપ્‍સનો રેકોર્ડ તોડ્‍યો હતો. જોકે અલ્‍બેર્સનો રેકોર્ડ થોડા સમય માટે જ હતો, કેમ કે એ પછી તરત જ બ્રુઇન્‍ક હેલિકોપ્‍ટર પર લટકીને ૨૫ પુલ-અપ્‍સ કરવામાં સફળ રહ્યો હતો. 

(10:33 am IST)