Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ઓએમજી....લેબનાનની રાજધાની બૈરુતમાં ફોટોશૂટ કરાવતી દુલ્હન બની આગનો શિકાર

નવી દિલ્હી: લેબનનની રાજધાની બેરૂતમાં મંગળવારે 4 ઓગસ્ટના રોજ ભીષણ વિસ્ફોટ થયો હતો, જેમાં અત્યાર સુધીમાં લગભગ 135 લોકોના મોત થયા છે અને 5 હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટના ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તેની વચ્ચે જ બેરૂતથી એક અન્ય વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વ્હાઇટ ગાઉનમાં એક સુંદર દુલ્હન હસતા હસતા પ્રી વેડિંગ શૂટ કરાવી રહી છે. ત્યારે જ અચાનક વિસ્ફોટનો અવાજ સંભળાઇ છે અને પછી બધું જ ચકનાચૂર થઇ જાય છે.

(5:53 pm IST)