Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

કૂવૈતમાં રહેતા યૂપીના શખ્સએ પોતાની પત્નીને વ્હોટસ એપ પર આપ્યા તીન તલ્લાક

         કૂવૈતમાં રહી મજુરી કરી રહેલ મુજફફરનગરના એક શખ્સએ વ્હોટસએપ  દ્વારા પોતાની પત્નીને તીન તલાક આપી દીધા છે.

         પોલીસે કહ્યું કે શખ્સની પત્નીએ ર૭-મે ના રોજ  એના અને શ્વસુર પક્ષ સામે દહેજ અને ઉત્પીડનનો મામલો દાખલ કર્યો હતો. કૂવૈતમાં રહેતા આ શખ્સએ આ પગલુ ભર્યુ હતુ.

         શખ્સએ પોતાની પત્ની પાસે રૂ. પ લાખની માંગણી કરી હતી. પોલીસે મામલો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(11:13 pm IST)