Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ચીનમાં આ ભાઈ જીવતા જાગતા લાફિંગ બુદ્ધા બનીને કમાણી કરે છે

બીજિંગ તા.૮ ગોળમટોળ ચહેરો અને એટલું જ ગોળમટોળ શરીર ધરાવતા લાફિંગ બુદ્ધાની મૂર્તિઓ ગુડલક તરીકે આપણે ત્યાં ઘણી ફેમસ છે બૌદ્ધિષ્ઠ જ નહીં , નોન બૌદ્ધિષ્ઠ સમાજના લોકોમાં પણ આ મૂર્તિઓ બહુ જ પ્રચલિત છે કોઈકના દ્વારા આવી મૂર્તિઓ ભેટમાં મળે તો એ તમારું નસીબ ચમકાવી શકે છે એવી માન્યતા ચલણમાં છે જોકે ચીનમાં આવા લાફિંગ બુદ્ધાની પથ્થરની મૂર્તિ નહિ , પણ જીવતાજાગતા અને શ્વાસ લેતા બુદ્ધા હયાત છે થોડાક સમય પહેલા સ્ટેજ પર લાફિંગ બુદ્ધા નું પાત્ર ભજવવા માટે જાણીતા ભાઈની તસવીરો ચીનના વર્તમાનપત્રોમાં ચર્ચામાં હતી જયારે તે આ પાત્ર ભજવતો હતો ત્યારે તેની પર પૈસાનો જબરદસ્ત વરસાદ થતો.  જોકે તાજેતરમાં સોસ્યલ મીડિયા  પર આ વ્યકિતની લાફીન્ગ બુદ્ધના સ્વાંગમાં તસવીરો અને વિડીયો વાયરલ થયા છે જેમાં આ ભાઈ સ્ટ્રીટ અને સ્ટેજ ઉપરાંત કોર્પોરેટ ઇવેન્ટમાં પણ જાય છે  લાફિંગ બુદ્ધના સ્વાંગમાં આ ભાઈ સામાજિક કાર્યક્રમો અને ધાર્મિક -સંગોમાં ઉપસ્થિત રહીને લોકોને આશિર્વાદ આપે છે અને ધૂમ પૈસા કમાય છે

 

(4:03 pm IST)