Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

જાપાનમાં હિરોશીમાં પ્રદેશમાં ભારે વરસાદથી ઘોડાપૂર, 50 લોકોનાં મોત અને ઘણા લોકો લાપતા: લોકોને સલામત સ્‍થળે જવા અપાઇ ચેતવણી : તંત્ર રાહત કામગીરીમાં જોડાયું

ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં 25 નાગરિકોનાં મૃત્યુ થયા છે. આસામ, ચેન્નાઈ સહિત અનેક વિસ્તારોમાં જાનમાલની હાનિનાં અહેવાલ સાંપડી રહ્યાં છે.

ત્યારે વિકસિત રાષ્ટ્ર જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે કમસેકમ 38 લોકોનાં મૃત્યુ થયાં છે.

મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે.

આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે બીજા 30 લાખ લોકોને આમ કરવાની સલાહ આપવામાં આવી છે.

હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

(1:15 pm IST)