Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કોરોના મહામારી વચ્ચે કેનેડામાં એક નવી બીમારી આવી સામે

નવી દિલ્હી: કોરોના મહામારી પછી ભારતમાં જેમ બ્લેક ફંગશે માઝા મુકી તેમ કેનેડામાં મગજની કોઇ રહસ્યમયી બીમારી વધતી જાય છે.મીડિયા અહેવાલ અનુસાર કેનેડા દેશના એક પ્રાંતમાં ૪૮ લોકો રહસ્યમયી બ્રેન સિંડ્રોમનો શિકાર બનતા હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા.

ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત માહિતી મુજબ ભેદી બીમારીથી પીડિત લોકો કેનેડાના એટલાન્ટિક કંઠે આવેલા ન્યૂ બુ્રંસવિંક પ્રાંતના રહેવાસીઓ છે. મિસ્ટીરિયસ બ્રેન સિંડ્રોમથી પીડાતા લોકોમાં અનિદ્રા, અંગોમાં શિથિલતા અને ભ્રમ જેવી સ્થિતિ જોવા મળી હતી. પ્રકારનો બ્રેન સિન્ડ્રોમ પ્રથમવાર ૨૦૧૫માં જોવા મળ્યો હતો. સમયે ડો એલિયર મારેરોના ધ્યાનમાં એક દર્દી આવ્યો હતો.

૨૯ એપ્રિલથી અત્યાર સુધી ૪૮ લોકો ભોગ બન્યા તેમાંથી ના મુત્યુ થયા છે. જો કે મુત્યુનું કારણ બ્રેન સિન્ડ્રોમ છે તેની ખાતરી કરવા માટે વધુ સંશોધનો પર ભાર મુકવાની જરુરીયાત છે. સિન્ડ્રોમનો ખુલાસો ન્યૂ બ્રંસવિકના મુખ્ય ચિકિત્સા અધિકારીએ બે મહિના પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. મિસ્ટીરિયસ બ્રેન સિંડ્રોમે કેનેડાની હેલ્થ એજન્સીઓને ટેન્શનમાં નાખી દીધી છે

(4:48 pm IST)