Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સૌથી ઝડપી જીવ ચિતો નહિ પણ ડક હોક પક્ષીઃ ૩૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે

નવી દિલ્હીઃ વિશ્વમાં સૌથી ઝડપી જીવતી વાત થાય તો આપણા મનમાં ચિતો જ આવે પણ આ ખીતાબ ચિતા પાસે નહિ પણ એક પક્ષી પાસે છે. આ પક્ષી ડક હોક (પેરેગ્રીન ફાલ્કન) છે. જેની ઝડપ કોઇ સુપરફાસ્ટ ટ્રેનથી ઓછી નથી.

ડહહોક ૩૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. એટલુ જ નહિ પણ શિકાર માટે આ પક્ષી નોર્થ અમેરીકામાં મળી આવે છે. જે ધ્રુવીય વિસ્તારોને છોડતા વિશ્વના લગભગ દરેક ક્ષેત્રમાં મળે છે.

ગાઢ જંગલો અને ઉંચા શિખરો ઉપર જ તે માળો બનાવે છે. તેની લંબાઇ બાજ જેટલી હોય છે. તેના શરીરનો આકાર ૩૪ થી ૫૮ સે.મી. સુધીનો હોય છે. તેની પીઠ ભુરા રંગની અને માથુ કાળા કલરનું હોય છે. નર અને માદાની ઓળખ સરળતાથી થઇ શકે છે.

માદા પક્ષી નરની તુલનામાં આકાર અને વજન બંનેમાં મોટી હોય છે. ડક હોકની સૌથી ખાસ વાત એ છે તે ઉડાન ભરતા પક્ષીઓને જ પોતાનો શિકાર બનાવે છે.

(3:05 pm IST)