Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

વોટ્સએપ લાવે છે નવુ ફિચરઃ ખોલ્યા વગર જ થઇ શકશે ચેટીંગ

નવી દિલ્હી તા. ૮ : હવે વોટ્સએપ ખોલ્યા વિના જ કોઇપણની સાથે ચેટિંગ કરી શકાશે વોટ્સએપએ એક નવા ફીચરની જાહેરાત કરી છે. ફેસબુકની જ્૮ કોન્ફ્રેન્સમાં વોટ્સઅપ માટે આ નવા ફીચર્સની જાહેરાત કરી હતી આવનાર નવા ફીચર્સમાં ગ્રુપ વીડિયો કોલિંગ અને સ્ટિકર્સ સામેલ છે ઇસ્ટેંટ મેસેજિંગ વોટ્સઅપએ એક નવું વેબ ડોમેન લોંચ કર્યું છે, જેના માધ્યમથી યૂજર્સ ઇન્ટરનેટ બ્રાઉઝરથી જ પોતાની ચેટ્સ ખોલી શકશે. રિપોર્ટ્સ અનુસાર વોટ્સઅપે એક નવું ડોમેન શ્નર્રૃી.ૃફૂલૃ રજિસ્ટર્ડ કરાવ્યું છે અને આ એંડ્રોઇડ વર્જન ૨.૧૮.૧૩૮ અથવા તેનાથી ઉપરના વર્જન પર ચાલનાર ડિવાઇસ પર કામ કરશે.ઙ્ગ

   WABeta ઇંફોના એક અહેવાલ અનુસાર વોટ્સએપએ wa.me નામનું એક ડોમેન રજિસ્ટર કરાવ્યું છે. જે api.whatsapp.com ની શોર્ટ લિંક છે. તેને વોટ્સઅપ ચેટ ખોલવા માટે યૂઝ કરી શકાય છે. તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં ૧.૫ બિલિયનથી વધુ એકિટવ યૂજર્સ છે. ૧.૫ અરબથી વધુ યૂજર્સવાળા ઇંસ્ટટ મેસેજિંગ એપ વોટ્સઅપ સતત નવા ફીચર્સ લાવે છે અને આ નવું ફીચર Android ના ૨.૧૮.૧૩૮ માં આપવામાં આવ્યું છે.

નવું ડોમેન એક પ્રકારે ચેટ પ્લેટફોર્મના વેબ વર્જનનું એકસટેંશન છે. આ નવા ડોમેનની સાથે, વોટ્સઅપ યૂજર્સ આ ડોમેનની સાથે કોઇ ફોન નંબર નાખીને વોટ્સએપ વેબ ઇન્ટરફેસને ખોલ્યા વિના સીધા ચેટ કરી શકશો.

કોઇ વોટ્સઅપ ચેટને સીધા બ્રાઉઝરમાં ખોલવા માટે, યૂજર્સને યૂઆરએલ https://wa.me/country extension + (phone number) ટાઇપ કરવો પડશે. જો તમે કોઇ ખોટો નંબર નાખ્યો તો તમારી ચેટ ખુલશે નવી એક મેસેજ લખેલો મળશે, ‘Phone number shared via URL is invalid’.ઙ્ગ

ફેસબુકના સ્વામિત્વવાળી ઇંસ્ટેંટ મેસેજિંગ સર્વિસ વોટ્સઅપમાં ટૂંક સમયમાં વીડિયો કોલિંગ ફીચર આવવાનું છે. કંપનીએ આ ફીચર પરથી જાન્યુઆરીમાં પડદો ઉઠાવ્યો હતો. વોટ્સઅપ સ્ટેટ્સને દુનિયાભરમાં ૪૫૦ મિલિયન લોકો દરરોજ ઉપયોગ કરે છે. વોટ્સઅપએ તાજેતરમાં જ ગ્રુપ એડમિન માટે પણ એક નવું ફીચર જાહેર કર્યું હતું.

 

(2:39 pm IST)