Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

બાળક ભૂખ ન લાગવાની ફરીયાદ કરે છે?

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે સ્વાસ્થ્ય માટે આહાર ઉપર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. ખાસ કરીને બાળકો માટે તો આહાર વધારે મહત્વપૂર્ણ છે. પરંતુ, આપણે જોઈએ છીએ કે મોટા ભાગના બાળકો ભૂખ ન લાગવાની ફરીયાદ કરે છે અને ભોજન લેવાથી બચે છે. એવામાં તમારે પહેલા એ વાત જાણવી જરૂરી છે કે આખરે બાળકને ભૂખ ન લાગવાનું કારણ શું છે?

મોટા ભાગે બાળકો ત્યારે જમવાની ના પાડે છે, જ્યારે તેને પોતાની પસંદનું ખાવાનું નથી મળતું. આ ઉપરાંત સતત એક જ પ્રકારનું જમવાનું આપવાથી બાળક જમવાની ના પાડે છે. એટલા માટે બાળકોને દરરોજ અલગ-અલગ અને આકર્ષક રૂપે ખાદ્ય પદાર્થોનું સેવન કરાવો.

આ ઉપરાંત બાળકોને દાંત આવે તે સમયે પણ તેને ખૂબ જ દર્દ થાય અને ખંજવાળ આવે છે. એવામાં તેને ભૂખ નથી લાગતી. આ સ્થિતીમાં તેને નરમ પદાર્થોનું સેવન કરાવવું યોગ્ય રહેશે. બાળક બીમાર હોય ત્યારે તેની ભૂખ ઓછી થઈ જાય છે. આ સ્થિતીમાં પહેલા ડૉકટરનો સંપર્ક કરવો.

(12:10 pm IST)