Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

અમેરિકાના ન્યુ યોર્કમાં આ મકાન માલિકે એક મહિનાનું ભાડું માફ કરી ભાડુઆતની મશ્કેલી ઓછી કરી

નવી દિલ્હી: અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાયરસનો કહેર વધારે છે. મોટી સંખ્યામાં લોકોના મોત સિવાય કામ બંધ થવાથી સેંકડો લોકોની નોકરી પણ જતી રહી છે. અમેરિકાના અન્ય મોટા શહેરોથી વધારે ન્યૂયોર્કમાં લાખો લોકો ભાડે રહે છે. અનેક લોકોની મહિનાની સેલેરીનો મોટો ભાગ રેન્ટમાં જતો રહે છે. મારિયોએ પોતાના ભાડુઆતોને રેન્ટ માફ કરવાની સાથે એ પણ સલાહ આપી છે કે તેઓ સુરક્ષિત રહે અને પડોશીઓની મદદ કરે. મારિયાના એપાર્ટમેન્ટ જે વિસ્તારમાં છે ત્યાં 2BHK એપાર્ટમેન્ટનો સામાન્ય ભાડું 2 લાખ 13 હજાર રૂપિયા એક મહિનાનું હોય છે.

અમેરિકાની ઈકોનોમીને સતત ઝટકો લાગવાના કારણે મોટી સંખ્યામાં ન્યૂયોર્કવાસીઓને માટે ભાડું ભરવાનું મુશ્કેલ બન્યું છે. મારિયોએ કહ્યું કે તેઓને ચિંતા નથી કે આ મહિનાનું આટલા લોકોનું ભાડું નહીં લે તો તેમને કેટલું નુકસાન થશે. તેઓએ કહ્યું કે તેમના 80 એપાર્ટમેન્ટમાં 200થી 300 લોકો રહે છે.

(6:35 pm IST)