Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ઈરાનમાં કોરોના વાયરસની દવા સમજીની આલ્કોહોલ લેતા એક સાથે 600 લોકોના મૃત્યુ નિપજતા અરેરાટી

નવી દિલ્હી: કોરોના વાયરસથી બચવાના ચક્કરમાં ખોટી અફવાઓમાં ભોળવાઈને નીટ આલ્કોહોલ (ઝેરીલો દારૂ) પીવાથી ઈરાનમાં 600 લોકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે હજી 3000 લોકો એવા પણ છે જેમને દેશની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી અનેકની સ્થિતિ નાજુક છે. જેથી માનવામાં આવે છે કે, મોતનો આંકડો હજી પણ વધી શકે છે.

                ઇરાનના એક પ્રવક્તા ઘોલમ હુસેન ઇસ્માઇલીએ જણાવ્યું હતું કે, લોકોએ કોરોના વાયરસની દવા સમજીને નીટ આલ્કોહોલ પી લીધું હતું. ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો બીમાર થઇ ગયાં. ઇસ્માઇલીએ ઉમેર્યું હતું કે, ઝેરી આલ્કોહોલ પીવાથી થનાર મોતનો આંકડો ઘણો મોટો છે અને આ આશંકાઓ કરતાં ઘણો વધુ છે. તેમણે કહ્યું હતું કે, આલ્કોહોલ પીવાથી બિમાર સ્વસ્થ નહી થાય પરંતુ તે જીવલેણ સાબિત થઇ શકે છે.

(6:34 pm IST)