Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ચીને અમેરિકા પર દક્ષિણ ચીન સાગરમાં એરક્રાફ્ટ મોકલ્યા હોવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી:દુનિયા બધા જ દેશો જયારે કોરોના વાયરસની મહામારીથી ચિંતિત છે ત્યારે આ વચ્ચે ચીને એક ચોંકાવનારી ઘટના સામે રજૂ કરી છે ચીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર એ આરોપ લગાવ્યો છે કે અમેરિકા દક્ષિણી ચીન સાગરમાં એરક્રાફ્ટ મોકલી રહ્યું છે.

             ચીની વિદેશ મંત્રાલય તરફથી બુધવારના રોજ આપેલ માહિતી મુજબ આ વાત સામે આવી છે તેમનું કહેવું છે કે ચીન અત્યારે કોરોના વાયરસ મહામારીથી બચવા દુનિયાના અલગ અલગ દેશોમાં મદદ કરી રહ્યું છે પરંતુ બીજી તરફ અમેરિકા પોતાના જંગી જહાજ અને એરક્રાફ્ટ દક્ષિણી ચીન સાગરમાં મોકલી રહી છે જે ચીનની માટે એક ચેતવણી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:33 pm IST)