Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

શિકાગોમાં આડેધડ ફાયરીંગ થતા બે બાળકો સહિત છ લોકોને ઇજા

શ્રીમંત-ની વિધિ ચાલતી હતી ત્યારે ફાયરીંગ થતા ભારે નાસભાગ

શિકાગો,તા.૮: શિકાગોમા એક પરિવારમા શ્રીમંતનો પ્રસંગ ચાલતો હતો ત્યારે બે વ્યકિતએ આડેધડ ફાયરિંગ કરતા તેમા બે બાળક સહિત અન્ય છ લોકોને ઈજા થતા આ પ્રસંગમા ભારે નાસભાગ મચી જવા પામી હતી.

આ ઘટનાને નજરે નિહાળનારા લોકોએ જણાવ્યુ કે શિકાગોમા એક પરિવારમા શ્રીમંત(ખોળો ભરાવવાનો પ્રસંગ) પ્રસંગ ચાલતો હતો ત્યારે એકાએક આવી ચડેલા બે શખસોએ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. આ બનાવ જુની અદાવતમા બન્યો હોવાનુ માનવામા આવે છે.પોલીસ પ્રવકતાએ જણાવ્યુ કે હાલ આ બનાવ અંગે વિશેષ કોઈ માહીતી મળી નથી કારણ જે લોકોએ આ ઘટનાને નિહાળી છે તે સાચી માહિતી આપતા નતી. જોકે તેમ છતા આ ઘટનામા સામેલ આરોપીઓને પોલીસ ઝડપથી પકડી લેશે.

તેમણે  વધુમા જણાવ્યુ કે આ ઘટના  ધણી  દુખદ  છે આ હુમલામા એક  આઠ વર્ષના બાળક અને ૧૦ વર્ષની બાળકીને ગંભીર ઈજા થઈ છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત આ બનાવમા ૨૩થી ૪૮ વર્ષના ત્રણ પુરૂષ અને એક મહિલાને પણ ગોળી વાગી છે. હાલ એક મહિલાની હાલત ગંભીર જણાઈ રહી છે.

(3:32 pm IST)