Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

વર્ષ ૨૦૧૮ ધરતીનું સૌથી ગરમ વર્ષ રહ્યું : નાસાનો રિપોર્ટ

૧૮૮૦ બાદથી ધરતીથી સપાટીનું સરેરાશ તાપમાન એક ડિગ્રી સેલ્શિયસ સુધી વધી ગયું છે

વોશિંગ્ટન તા. ૮ : વૈશ્વિક તાપમાનને જયારથી રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે ત્યારથી ૨૦૧૮માં ધરતીનું વૈશ્વિક સપાટી તાપમાન ચોથુ સૌથી ગરમ તાપમાન રહ્યું. નાસા અને નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના વિશ્લેષણોમાં આ માહિતી સામે આવી છે. આ લોકોએ જાણ્યું કે ગત વર્ષે તાપમાન વાર્ષિક સરેરાશથી વધારે હતું.

નાસાના ગોડાર્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સ્ટડીઝ અનુસાર ૨૦૧૮માં વૈશ્વિક તાપમાન ૧૯૫૧ થી ૧૯૮૦ના સરેરાશ તાપમાનથી ૦.૮૩ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. નાસાએ એક નિવેદનમાં જણાવ્યું કે વૈશ્વિક પરિદ્રશ્યમાં ૨૦૧૮ નું તાપમાન ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૫ થી ઓછું રહ્યું. છેલ્લા પાંચ વર્ષ, સામૂહિક રુપથી, આધુનિક રેકોર્ડના હિસાબથી સૌથી ગરમ વર્ષ રહ્યા. એનઓએએના આંકલનમાં સામે આવ્યું કે ૨૦૧૮માં ધરતીનું તાપમાન ૨૦મી સદીના સરેરાશથી ૦.૭૯ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.

જીઆઈએસએસના ડિરેકટર ગેવિન સ્કિમ્ડએ કહ્યું કે લાંબા સમયથી વધી રહેલા વૈશ્વિક તાપમાન પર તમામ ચિંતાઓ છતા ૨૦૧૮ એક વાર ફરીથી અત્યંત ગરમ વર્ષ રહ્યું. સ્કિમ્ડ અનુસાર ૧૮૮૦ બાદથી ધરતીની સપાટીનું સરેરાશ તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું છે. તેમણે જણાવ્યું કે આ ગરમાહટ કાર્બન ડાયોકસાઈડના વાતાવરણમાં વધેલા ઉત્સર્જન અને માનવીય ગતિવિધિઓના કારણે નિકળનારા અન્ય ગ્રીનહાઉસ ગેસોના કારણે થઈ હતી.

આ વધતા તાપમાનને લઈને ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાની બરફના વિશાળ સ્તરો તો પિગળી રહી છે કે સાથે જ આનાથી આગ લાગવાના જોખમના કારણે વાતાવરણનો સમયગાળો પણ ખેંચાઈ જાય છે અને કેટલીક પ્રતિકૂળ વાતાવરણની ઘટનાઓ થાય છે. નાસાએ જણાવ્યું કે આર્કટિક ક્ષેત્રમાં  તાપમાન વધવાનો દોર સૌથી વધારે છે જયાં ૨૦૧૮માં સમુદ્રી બરફ પીગળવાનો જારી છે. નાસાએ પોતાના વિશ્લેષણમાં ૬૩૦૦ વાતાવરણના કેન્દ્રોના સપાટી તાપમાનનું માપ, શિપ અને પ્લવન આધારિત સમુદ્રી સપાટીના તાપમાનનું આંકલન અને એન્ટાર્કટિકા અનુસંધાન કેન્દ્રોના તાપમાન માપને શામિલ કરવામાં આવ્યું.(૨૧.૨૯)

(3:45 pm IST)