Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

વજન કાબૂમાં રાખવું હોય તો ડાઇનિંગ ટેબલ પર સર્વિગ બોલ નાનાં રાખો

નવી દિલ્હી તા.૮: ભોજન કેવી સાઇઝની ડિશમાં લઇએ છીએ અને કયા બોલમાંથી લઇએ છીએ એ બન્નેની અસર વ્યકિતની ઇટિંગ સ્ટાઇલ પર પડે છે. ડાઇનિંગ ટેબલ પર તમે નાની સાઇઝના વાસણોમાં ખાવાનું ભરીને પીરસો તો તમારૂ વજન કન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ થશે એવું બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે. પીરસવા માટે નાના બોલ વાપરવાથી કેલરી ઇન્ટેકમાં ૧૬ થી ૨૯ ટકા જેટલો ઘટાડો રોજનો થઇ શકે છે એવું અભ્યાસકર્તાઓએ ૩૨૧ પાર્ટિસિપન્ટ્સ પર કરેલા અભ્યાસમાં નોંધાયુ છે એનાથી રોજની ૨૭૯ થી ૫૨૭ કેલરી ઓછી પેટમાં જાય છે. ઓવર-ઇટિંગ કરવાથી હાર્ટ-ડિસીઝ, ડાયાબિટીઝ અને કેન્સર જેવા રોગો થાય છે જે લાંબા ગાળે સ્વાસ્થ્ય બગાડે છે રિસર્ચરોનું કહેવું છે કે ઓવર-સર્વ ન થઇ જાય એ માટે નાના બોલ્સ ટેબલ પર રાખવાથી આપમેળે ઓછું ખવાય છે મોટી માત્રામાં જે-તે વાનગી સજાવીને પડી હોય એના કરતાં ઓછી કવોન્ટિટીમાં સામે પડી હોય તો એનાથી ઓવર-ઇટિંગ ટાળવામાં ખૂબ જ મદદ થાય છે.

(4:28 pm IST)