Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ડર્ટી સીક્રેટઃ ઘણા લોકો ધોયા વગર ઘણા દિવસો સુધી પહેરે છે અંડરવેર

રિસર્ચમાં પુરૂષો અને સ્ત્રીઓની અંડરવેર અંગેની ચોંકાવનારા સિક્રેટ ખુલ્લા પડી ગયાઃ દર ૫માંથી ૧ વ્યકિત એવી હોય છે જે ૨ વખત પહેર્યા પછી જ અંડરવેર ધૂએ છે

નવી દિલ્હી તા. ૮ : ભારતમાં હાઈજીન સાથે જોડાયેલી સમસ્યા છે પણ દુનિયાના લોકો કેવી બદીઓ પાળે છે તે વાત મને વિચારતા કરી દેશે. તમને ખબર છે દર ૫માંથી ૧ વ્યકિત એવી હોય છે જે ૨ વખત પહેર્યા પછી જ અંડરવેર ધૂએ છે.

આવું અમે નહીં પણ એક રિસર્ચમાં સામે આવ્યું છે. દુનિયાના લોકો પર થયેલા આ રિસર્ચમાં પુરૂષો અને સ્ત્રીઓની અંડરવેર અંગેની ચોંકાવનારા અંડર સીક્રેટ્સ ખુલ્લા પડી ગયા છે.

એક ઓનલાઈન કલોથિંગ રિલેટરે આ શોધ કરી છે કે લોકો પોતાના ઈનરવેર કેટલાક સમય પછી ધૂએ છે. તેમને કયાં સુધીમાં લાગે છે કે અંડરવેરને યુઝ કરી શકાય છે, જેના પરિણામો જાણીને તમને મોટો ઝાટકો લાગશે.

રિસર્ચમાં સામે આવ્યું કે લોકો ધોતા પહેલા ઓછામાં ઓછી બે વખત અંડરવેર પહેરવાનું પસંદ કરે છે.ઙ્ગઅંડરવેર ધોવાની બાબતમાં લોકોની મેન્ટાલિટી વિશેના અન્ય આંકડા જાણીને તમને ઝાટકો લાગશે.

સતત ગંદા અંડરવેર પહેરવાના મામલામાં પુરૂષો સ્ત્રીઓ કરતા આગળ છે. ઓછામાં ઓછા ૩૧ ટકા લોકોનું માનવું છે કે તેઓ ધોતા પહેલા અંડરવેર ૨થી વધુ વખત પહેરે છે. ૧૦% મહિલાઓએ પણ આ વાત સ્વીકારી છે.

ત્યાં સુધી કે કેટલાક પુરૂષોનો અંડરવેરનો વધુ વખત ઉપયોગ કરવા માટે તેને ઉલટાવીને પણ પહેરે છે. આ સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય પણ આવું કરનારા લોકો પણ આ ધરતી પર જ રહે છે.

૧૦ ટકા મહિલાઓએ અંડરવેર એકથી વધુ વખત પહેરતી હોવાનું સ્વીકાર્યું જયારે તેઓ આ અંડરવેરમાં બ્રાનો પણ સમાવેશ અલગથી થાય છે અને ૨૬ ટકા મહિલાઓ એકની એક બ્રા ૫થી વધુ વખત પહેરે છે.(

(4:27 pm IST)