Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

વાળ ચેરિટીમાં આપી દીધા એટલે છોકરીને અલગ બેસાડવામાં આવી

લંડન તા.૮: બ્રિટનમાં ઘણા લોકો ચેરિટી માટે પોતાના વાળ દાનમાં આપતા હોય છે. ૧૪ વર્ષની એક સ્ટુડન્ટ નિઆમ બેલ્ડવિને પણ ક્રિસમસના વેકેશનમાં તેના વાળ લિટલ પ્રિન્સેસ સ્ટ્રીટ ચેરિટી ટ્રસ્ટને દાનમાં આપી દીધા હતા. આ પછી જ્યારે તે સ્કૂલમાં ગઇ ત્યારે તેને અલગ બેસાડવામાં આવી અને માથા પર સ્કાર્ફ પહેરવા માટે કહેવામાં આવ્યું. જો કે આ ઘટના બાદ છોકરીની મમ્મીને આ  બાબતે લડી લેવાનો નિર્ધાર કર્યો છે.

(1:21 pm IST)