Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

આ કારણોસર વિશ્વનો આ દેશ ઇલેક્ટ્રિક વાહનો પર પ્રતિબંધ લગાવા ઈચ્છે છે .

નવી દિલ્હી : વિશ્વના તમામ દેશોમાં ઈલેક્ટ્રિક વ્હીકલને અપનાવવા અંગે જોર આપવામાં આવી રહ્યુ છે. એક દેશ એવો પણ છે જે ઈવી પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યો છે. સ્વિટ્ઝરલેન્ડ ઈવી પર પ્રતિબંધ લગાવનારો દુનિયાનો પહેલો દેશ બની શકે છે. સ્વિટ્ઝરલેન્ડમાં આ પગલુ એટલે ઉઠાવવામાં આવી રહ્યુ છે, જેથી શિયાળામાં દેશમાં ઉર્જાની અછત ઊભી ના થાય. સુંદર બરફથી ઢંકાયેલા પહાડો ધરાવતો આ દેશ પોતાની જરૂરિયાતની ઈલેક્ટ્રિસિટીનો મોટાભાગનો ભાગ ફ્રાન્સ અને જર્મની જેવા પાડોશી દેશોમાંથી આયાત કરે છે. આ વખતે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પ્રાકૃતિક ગેસનો સપ્લાય ઓછો થવાના કારણે આ દેશોમાં ઉર્જા ઉત્પાદનમાં ભારે ઘટાડો આવ્યો છે. આ દાયકાઓ બાદ પહેલીવાર થયુ છે જ્યારે આ યુરોપીય દેશોને ઉર્જાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્રાન્સ પણ અમુક વર્ષોમાં પહેલીવાર પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઉર્જાની આયાત કરી રહ્યુ છે. 

(5:53 pm IST)