Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાને લાગ્યો મોટો ઝાટકો: યુક્રેને રશિયાની મિસાઈલો તોડવાનો કર્યો દાવો તેમજ એરબેઝ પર કર્યો હુમલો

નવી દિલ્હી : યુક્રેન સાથે ચાલતા યુદ્ધમાં રશિયાને મોટો ઝાટકો લાગ્યો છે. યુક્રેને રશિયાની ૬૦ મિસાઇલ તોડી પાડવાનો તો રશિયાએ યુક્રેનની મિસાઇલ તોડી પાડવાનો દાવો કર્યો છે.  યુક્રેને રશિયાના બે એરબેઝ પર બ્લાસ્ટ કરતા અનેક વિમાનોને નુકસાન પહોંચ્યુ છે અને તેનો એક સૈનિક પણ માર્યો ગયો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયનો દાવોછે કે આ હુમાલો રશિયન યુક્રેને ડ્રોન વડે કર્યો છે. તેની સાથે તેણે યુક્રેન પર ૧૭ સફળ ડ્રોન હુમલાનો દાવો કર્યો હતો. આ હુમલાની કેટલીક સેટેલાઇટ તસ્વીરો પણ સામે આવી છે. તેમા સ્પષ્ટ દેખાય છે કે એકએરબસના અંતરે કેટલાક રશિયન જેટ્સને પણ નુકસાન પહોંચ્યું છે. રશિયાના બે એરબેઝ સેરાટોવ અને રિયાજાનમાં ડાયાગિલેવો એરબેઝ પર સોમવારે બ્લાસ્ટ થયા હતા.પ્રારંભમાં તો રશિયા તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું. પણ તેના કેટલાક કલાકો પછી તરત જ રશિયાએ યુક્રેન પર મિસાઈલ હુમલો શરુ કરી દીધો. કીવ તરફથી વધુ એક પ્રતિકાર ક્ષમતાનું નિરુપણ કરવા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી મોરચાની નજીક આવેલા પૂર્વી શહેરની નજીક પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં પહેલી વખત યુક્રેને સરહદ વટાવીને રશિયાના પર હુમલો કરવામાં સફળતા મેળવી છે. આમ પહેલી વખત યુદ્ધ હવે યુક્રેનમાંથી રશિયાની ધરતી તરફ વળી રહ્યું છે. ઝેલેન્સ્કીએ મોરચાની નજીક આવેલા જવાોનોની મુલાકાત લઈને તેમનો જુસ્સો વધારતા જણાવ્યું હતું કે તેઓ યુક્રેનના સાચા હીરો છે. હું તમારા માબાપનો ઋણી છું. 

(5:53 pm IST)