Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

બાયો ડાયવર્સિટી: ભારત સહીત એશિયાના મોટાભાગાન દેશો 2020 સુધીમાં જૈવવિવિધતા હાંસલ કરવાના લક્ષ્યાંકોથીં પાછળ .

નવી દિલ્હી : ભારત સહિત એશિયાના મોટાભાગના દેશો 2020 સુધીમાં હાંસલ કરવાના જૈવવિવિધતાના લક્ષ્યાંકોથી પાછળ છે. એશિયાના 40 દેશોમાંથી માત્ર 40 ટકાએ જ 2020 સુધીમાં તેમના કુલ જમીન વિસ્તારનો 17 ટકા વિસ્તાર જ સંરક્ષિત વન બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. કેનેડાના મોન્ટ્રીયલમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની જૈવવિવિધતા પરિષદ (સીઓપી-15)ના સંદર્ભમાં આ અભ્યાસ મહત્વપૂર્ણ છે. કોન્ફરન્સમાં, વિશ્વભરની સરકારોના પ્રતિનિધિઓ આઈચી જૈવવિવિધતા લક્ષ્યોની સમીક્ષા કરશે. વાસ્તવમાં, વૈશ્વિક જૈવવિવિધતા સંકટનો સામનો કરવા માટે, 2010 યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયો ડાયવર્સિટી (સીબીડી)માં 200 દેશોએ 2020 સુધીમાં તેમની ઓછામાં ઓછી 17% જમીનને જંગલો તરીકે સાચવવાનું વચન આપ્યું હતું, જે 2030 સુધીમાં વધારીને 30 સુધી પહોંચાડી શકાય છે. સીબીડીમાં કુલ 20 લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં તમામ ખંડોમાં એશિયાનું પ્રદર્શન સૌથી ખરાબ હતું. અહીં વૈશ્વિક સરેરાશ 15.2%ની સામે 2020 સુધીમાં માત્ર 13.2% જમીનને સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવી છે. 2010 થી 2020 સુધી, ભારત તેની માત્ર 6 ટકા જમીનને સંરક્ષિત વન વિસ્તાર તરીકે જાહેર કરવામાં સફળ રહ્યું છે. દેશમાં હાલમાં કુલ 990 સંરક્ષિત વન વિસ્તારો છે, જેમાં 106 રાષ્ટ્રીય ઉદ્યાનો, 565 વન્યજીવ અભયારણ્ય, 100 સંરક્ષણ અનામત અને 219 સમુદાય અનામતનો સમાવેશ થાય છે. અભ્યાસ કરાયેલ એશિયાના 40 દેશોમાંથી 24 આઈચી લક્ષ્યાંક 11 માં ઘણા પાછળ છે, જ્યારે 16 એ તે લક્ષ્યાંક સર કર્યા છે.

(5:53 pm IST)