Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં સુરક્ષાબળોએ 15 તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતમાં આતંકવાદીઓ વિરુદ્ધ અફઘાન નેશનલ સિક્યોરિટી ફોર્સીસે બદલાની કાર્યવાહી કરતા તાલિબાન આતંકવાદી સંગઠનના 15 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે રક્ષા મંત્રાલયદ્વારા આજ રોજ આ વાતની જાણકારી આપવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

         વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાની આતંકવાદીઓએ કંધારના પંજવાઈ જિલ્લામાં બલઘોર અને હવે ગુલબાગ વિસ્તારમાં રવિવારના રોજ હુમલો કર્યો હતો આ હુમલામાં અફઘાનીબળ તરફથી કરવામાં આવેલ કાર્યવાહીમાં 15 તાલિબાની આતંકવાદીઓને ઠાર માર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ અન્ય 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:54 pm IST)